VIDEO: શિક્ષકોની ઘટ સામે વાલીઓ-વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ
સોર્સ : gstv
ભાવનગરના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ હવન કરી વિરોધ નોંધાવ્યો છે. ધોરણ 1થી 8ના 175 વિદ્યાર્થીઓ માટે મંજૂર 4 શિક્ષકોમાંથી હાલ બે શિક્ષકો રજા પર હોવાથી શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. છેલ્લા ચાર વર્ષથી શિક્ષકોની ઘટ હોવા છતાં અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ ન આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. તંત્રને સદબુદ્ધિ મળે અને શાળામાં કાયમી શિક્ષકોની નિમણૂક થાય તેવી માંગ સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

