મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત

સોર્સ: gstv

સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. એક તરફ જ્યાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર ચાંદીનો ભાવ 2 હજાર 200 રૂપિયાથી વધુ ઘટી ગયો છે તો બીજીબાજુ સોનું પણ સસ્તું થયું છે. ચાંદીનો કિલોનો ભાવ 1 લાખ 93 હજાર રૂપિયા પહોંચ્યો છે. ચાંદીની કિંમતમાં આ ઓક્ટોબર મહિનામાં એક-બે દિવસને બાદ કરતા મોટાભાગે ઘટાડો જ જોવા મળ્યો છે અને તેનો ભાવ ધડાકાભેર તૂટ્યો છે. એક મહિના પહેલા એટલે કે 30 સપ્ટેમ્બરે 1 કિલો કિંમત 2 લાખ 24 હજાર રૂપિયા પર હતી અને 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં તે 30 હજાર રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે. ચાંદીની કિંમતના ઓલ ટાઈમ હાઇ સાથે વર્તમાન ભાવની તુલના કરીએ, તો તેનો ભાવ 60 ટકા જેટલો ઘટી ગયો છે. સોનામાં પણ આ જ સ્થિતિ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 42 હજાર રૂપિયાએ પહોંચ્યો છે..

આ સમાચાર શેર કરો