VIDEO: કેન્દ્ર સરકારે નાના બાળકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે નાના બાળકો માટે શરદી-ઉધરસની અમુક દવાઓ પર પ્રતિબંધ
સોર્સ : gstv
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શરદી, ઉધરસ અને એલર્જીની સારવારમાં વપરાતી ક્લોરફેનિરામાઇન મેલેએટઅને ફેનાઇલએફ્રિન હાઇડ્રોક્લોરાઇડના મિશ્રણથી બનતી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન દવાઓ પર ૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સરકારના નવા આદેશ મુજબ આ પ્રકારની તમામ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સખત રોક લગાવાઈ છે. આ ઉપરાંત, ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે પોતાના દરેક દવાના પેકિંગ, લેબલ અને પ્રચાર સામગ્રી પર૪ વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ કરવો નહીંતેવી સ્પષ્ટ વૈધાનિક ચેતવણી છાપવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે.

