Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The cache did not decrease but increased by two and a half times! Congress leader opens central government poll in the name of GST and UPI

VIDEO: કેશ ઘટી નહીં પણ અઢી ગણી વધી ગઈ! કોંગ્રેસ નેતાએ GST અને UPIના નામે કેન્દ્ર સરકારની પોલ ખોલી

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને ખાસ કરીને યુપીઆઈ (UPI) પર ચાર્જ લાદવાના પ્રસ્તાવ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના આંચકામાંથી દેશનું અર્થતંત્ર હજુ સુધી સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી.

App Store

જીએસટી અને કેશ અર્થતંત્ર પર સવાલ

સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે નોટબંધી બાદ સરકારે અત્યંત જટિલ અને અટપટો જીએસટી (GST) લાગુ કર્યો, જેના કારણે સરકારને વારંવાર જીએસટીના નિયમો અને વર્ઝન બદલવા પડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે સરકારે ઓનલાઈન માર્કેટને પ્રોત્સાહન આપવા અને અર્થતંત્રમાંથી રોકડ (કેશ) ઘટાડવાની મોટી મોટી વાતો કરી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે દેશના અર્થતંત્રમાં કેશનું પ્રમાણ ઘટી જવાને બદલે અઢી ગણા કરતાં પણ વધુ વધી ગયું છે.

"પોતાના સમર્થકો અને સાથીઓનું તો સાંભળો"

યુપીઆઈ પર ચાર્જ લાદવાના તાજેતરના નિર્ણય અંગે નિશાન સાધતાં તેમણે કહ્યું કે, "મોદી સરકાર ભલે અમારું (વિપક્ષનું) ન સાંભળે, પરંતુ તેમણે ઓછામાં ઓછું પોતાના સમર્થકો અને ગઠબંધનના સાથી પક્ષોનું તો સાંભળવું જોઈએ. તેમના પોતાના સાથીઓ પણ યુપીઆઈ પર ચાર્જ લાદવાના નિર્ણયને એક 'મૂર્ખામીભર્યો નિર્ણય' ગણાવી રહ્યા છે અને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે."

સુપ્રિયા શ્રીનેતે ભારપૂર્વક જણાવ્યું કે સામાન્ય જનતા અને વેપારીઓ પર આર્થિક બોજ લાદવાને બદલે સરકારે તાત્કાલિક ધોરણે યુપીઆઈ સંબંધિત ચાર્જીસનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

ટોપિક્સ:GSTV NewsGujarati News