VIDEO: ઓછા વરસાદ વચ્ચે પાક બચાવવા સરકાર સક્રિય, ઋષિકેશ પટેલનું નિવેદન
સોર્સ : gstv
રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે. વરસાદની સ્થિતિની સમીક્ષા અને આકલન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 90 ટકાથી વધુ વાવેતર પૂર્ણ થઈ ગયું છે. દ્વારકા, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ઓછો વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ છે. પાક બચાવવા વીજળીના પુરવઠામાં વધારો કરવામાં આવ્યો છે. પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાયું છે. ચોમાસું પૂર્ણ થયા બાદ પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરાશે. ડેમમાં ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવા સરકાર પ્રયાસ કરશે.

