મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ભારત-અમેરિકા વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલ ફાઇનલ? મુંબઈમાં માર્કો રુબિયોના નિવેદનથી દુનિયાભરમાં ધ્રુજારી!

સોર્સ: gstv

ભારતના સત્તાવાર પ્રવાસે મુંબઈ પહોંચેલા અમેરિકાના વિદેશ મંત્રી (Secretary of State) માર્કો રુબિયોએ ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ એગ્રીમેન્ટ (વેપાર કરાર) અંગે અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે બંને દેશો વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની એકદમ નજીક પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં આ અંગે મોટી જાહેરાત થઈ શકે છે.

મુંબઈ ખાતે વાતચીત દરમિયાન માર્કો રુબિયોએ સ્પષ્ટતા કરી હતી કે, ભલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સીધા વેપાર કરારોની વાટાઘાટો કરતું નથી, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા સાથે તેઓ ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, “હું, મારા સમકક્ષ અધિકારીઓ તેમજ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) આ ડીલને ખૂબ જ મહત્વ આપી રહ્યા છીએ. કરાર પર ઔપચારિક હસ્તાક્ષર બાકી હોય તે સિવાય અમે તેની જેટલી નજીક પહોંચી શકીએ તેટલા અત્યંત નજીક છીએ.”

રુબિયોએ વધુમાં ઉમેર્યું કે, હવે માત્ર ગણતરીના મુદ્દાઓ ઉકેલવાના બાકી રહ્યા છે, જે ખૂબ જ જલદી પૂર્ણ થઈ જશે તેવી પૂરી અપેક્ષા છે. બંને દેશો આ વાટાઘાટોને વહેલી તકે આખરી ઓપ આપીને ટૂંક સમયમાં સારા સમાચાર જાહેર કરવા અને ત્યાર બાદ કરાર પર હસ્તાક્ષર કરવા માટે ખૂબ જ આશાવાદી છે. અમેરિકી વિદેશ મંત્રીના આ આશાસ્પદ વલણથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.

આ સમાચાર શેર કરો