Video: ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ આરોપી ઝડપાયો

સોર્સ: gstv

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ન્યૂ ઉસ્માનપુર સ્થિત યમુના ખાદર વિસ્તારમાં પોલીસ અને કુખ્યાત ગુનેગાર અમન ગુર્જર વચ્ચે મોડી રાત્રે ભીષણ અથડામણ થઈ હતી. બાતમીના આધારે પોલીસ ટીમે આરોપીને ઘેરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં વળતો ગોળીબાર કરતા અમન ગુર્જરના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ આરોપીને ઝડપી પાડી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. ઘટનાસ્થળેથી હથિયાર અને કારતૂસ જપ્ત કરીને પોલીસે આરોપીના અન્ય ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત