VIDEO: Tamilnadu / થલાપતિ વિજયે રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, કોંગ્રેસના સમર્થન છતાં બહુમતી માટે 6 બેઠકોની ખેંચતાણ
તમિલનાડુમાં TVK ચીફ વિજયે બુધવારે રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ પૂર્વે કોંગ્રેસે DMK સાથેનો વર્ષો જૂનો છેડો ફાડીને TVKને સમર્થન જાહેર કર્યું છે. 234 સભ્યોની વિધાનસભામાં વિજયની પાર્ટીએ 108 બેઠકો જીતી છે, પરંતુ વિજય પોતે બે બેઠકો પર જીત્યા હોવાથી એક બેઠક છોડવી પડશે, જેથી તેમની પાસે 107 ધારાસભ્યો રહેશે. 118ના બહુમતી આંકડા સુધી પહોંચવા માટે તેમને હજુ 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. જેમાં કોંગ્રેસના પાંચ સભ્યોનું સમર્થન ગણવામાં આવે તો વિજય હજુ બહુમતીના 6 અંક દૂર છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા TVK દ્વારા તમામ નવનિર્વાચિત ધારાસભ્યોને મહાબલીપુરમમાં ચેંગલપટ્ટુ સ્થિત ફોર પોઈન્ટ્સ રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. આમ, દક્ષિણના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે અને સત્તા મેળવવા માટેની ખેંચતાણ તેજ બની છે.

