Video: રાજકોટથી માઉન્ટ આબુ ફરવા આવેલા પર્યટકો પરત ફરી રહ્યા હતા ત્યારે શનિ મંદિર પાસે અકસ્માત

માઉન્ટ આબુમાં રાજકોટથી આવેલા પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો ભોગ બની હતી. પર્યટકો માઉન્ટ આબુની મુલાકાત પૂર્ણ કરીને રાજકોટ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન શનિ મંદિર પાસે ટેમ્પો ટ્રાવેલર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ટેમ્પો ટ્રાવેલર રસ્તા નજીક આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી, જોકે મોટી ખાઈમાં પડતાં અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં મુખડીમાતા ટેક્સી એસોસિયેશનના સભ્યોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી, જ્યારે છ વ્યક્તિઓને વધુ ઇજા પહોંચતા સારવાર માટે આબુરોડ ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા હતા.
જાહેરાત





