Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Temple hall collapses in Maharashtra's Parbhani, many injured

VIDEO : મહારાષ્ટ્રના પરભણીમાં મંદિરનો સભામંડપ ધરાશાયી, અનેક ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકા સ્થિત પ્રસિદ્ધ યશવાડી મારૂતિ મંદિર પરિસરમાં મોટી દુર્ઘટના સર્જાઇ. મંદિરની સામે બનેલો સભામંડપ અચાનક તૂટી પડ્યો. દુર્ઘટના સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, જેના પછી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર પાંચ લોકોના મોત થયા છે...જ્યારે સભામંડપના કાટમાળમાં આશરે 30 થી 40 લોકો દટાયા હતા,,, દુર્ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના સમાચાર છે..આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે...ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને રાહત-બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા..બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવાઈ અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાંઢવાના પ્રયાસો પણ શરૂ કરાયા..

App Store
ટોપિક્સ:gstvnewsmaharashtramaruti mandir