Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: 8 devotees died in a tragic accident in Pandharpur area of ​​Solapur district of Maharashtra

VIDEO: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાંજણી ગામના શ્રદ્ધાળુઓ ભગવાન સિદ્ધનાથના દર્શન કરીને પિકઅપ વાહનમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માલશિરસ તાલુકાના તાંદુલવાડી ગામ નજીક વાહનનું સંતુલન બગડતાં પિકઅપ રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

App Store
ટોપિક્સ:accidentdevoteesdiedmaharashtra