VIDEO: સુવેન્દુ અધિકારીએ કર્યું શિલાન્યાસ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના દાનકુની ખાતે પ્રખ્યાત ઇનરવેર બ્રાન્ડ લક્સ કોઝી લિમિટેડના નવા પ્લાન્ટનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે કંપનીના નવા પ્રોજેક્ટનો વિધિવત શિલાન્યાસ કર્યો હતો અને આ ઔદ્યોગિક એકમ માટે સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે સંબોધન કરતાં સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટની સ્થાપનાથી સ્થાનિક સ્તરે સેંકડો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ પ્રોજેક્ટ દાનકુની અને તેની આસપાસના વિસ્તારોના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી

