VIDEO: નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સના વાહનને નિશાન બનાવી શંકાસ્પદ IED વિસ્ફોટ
સોર્સ : gstv
નાગાલેન્ડના ચુમૌકેદિમા જિલ્લાના સુખોવી વિસ્તારમાં આસામ રાઇફલ્સના વાહનને નિશાન બનાવી શંકાસ્પદ IED વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં એક જવાન શહીદ થયા જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સુખોવી અને આસપાસના જંગલોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલા પાછળ કયા ઉગ્રવાદી સંગઠનનો હાથ છે તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અઠવાડિયામાં આસામ રાઇફલ્સના કાફલાને નિશાન બનાવી IED વિસ્ફોટની આ બીજી ઘટના હોવાથી સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

