Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Flood disaster in Assam: Ghunasuti and Nahrani villages inundated

VIDEO: આસામમાં પૂર હોનારત: ઘુનાસુતી અને નહરાની ગામો પાણીમાં ગરકાવ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામના લખીમપુરમાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. એનએચપીસી દ્વારા ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા જ ઘુનાસુતી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક નદીઓ જોખમી સપાટી વટાવી ચૂકી છે. આ જળબંબોળ સ્થિતિ વચ્ચે નજીકનું નહરાની ગામ ચારેય બાજુથી પૂરના પાણીથી ઘેરાઈ ગયું છે, જેથી આખું ગામ સંપર્કવિહોણું બન્યું છે. રસ્તાઓ, ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો પોતાના જીવ બચાવવા માટે સુરક્ષિત અને ઊંચા સ્થળોએ આશરો લઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store