VIDEO: એનડીપીએસ કેસમાં વિદેશી આરોપીઓના જામીન પર સુપ્રીમ કોર્ટની કડક શરતો, પાસપોર્ટ જમા કરાવવા નિર્દેશ આપ્યો
સોર્સ : gstv
એનડીપીએસ કેસમાં વિદેશી આરોપીઓને નકલી બોન્ડ પર જામીન મળવાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કડક નિર્દેશો જારી કર્યા છે. ન્યાયાધીશ સંજય કરોલ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આરોપીઓએ પાસપોર્ટ જમા કરાવવા, દેશ બહાર જવા પર પ્રતિબંધ અને એફઆરઆરઓ સમક્ષ નોંધણી કરાવવા જેવી આવશ્યક શરતો લાદી છે. કોર્ટે જણાવ્યું હતું કે નકલી જામીન ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ડગમગાવે છે. સાથે જ, લાઇસન્સ પ્રાપ્ત જામીન બોન્ડમેનના પ્રસ્તાવ પર વહીવટીતંત્રને ગંભીરતાથી વિચારણા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

