VIDEO: સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી: દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય શરૂ કરવા આદેશ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની તે અરજી ફગાવી દીધી છે, જેમાં દરેક જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય માટે જમીન ફાળવવાના નિર્દેશને પાછો ખેંચવાની માંગ કરાઈ હતી. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની બેન્ચે રાજ્યને ત્રણ મહિનામાં જમીન ઓળખવા આદેશ આપ્યો છે….કોર્ટે ટિપ્પણી કરી હતી કે હિન્દીને રાજ્યની ધરતી પરથી દૂર રાખી શકાતી નથી અને સરકારે માનસિકતા બદલવી જોઈએ. તમિલનાડુ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એકપણ નવોદય શાળા નથી. કોર્ટે કેન્દ્ર અને રાજ્યને ભાષા વિવાદ પર સંવાદ જાળવી સહકારી સંઘવાદ અપનાવવા ભાર મૂક્યો છે.

