VIDEO: દિવંગત અભિનેત્રી શ્રીદેવીની 2.7 એકર જમીનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, બોની કપૂર અને પુત્રીઓને નોટિસ
સોર્સ : gstv
બોલિવૂડના દિવંગત સુપરસ્ટાર શ્રીદેવીની માલિકીની અઢી એકર જમીનના પ્લોટને લઈને ૩૭ વર્ષ જૂનો કાનૂની વિવાદ સામે આવ્યો છે. એક મહિલા અને તેમના ભાઈએ આ જમીનમાં પાંચમા ભાગના હિસ્સાનો દાવો કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે બોની કપૂર, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરને નોટિસ ફટકારી છે. સર્વોચ્ચ અદાલતે આગામી સુનાવણી સુધી જમીનની વર્તમાન સ્થિતિ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ, મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલવા સૂચન કરી ૧૮ ડિસેમ્બરે અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. ૧૯૮૮માં થયેલા આ સોદા સામે મૂળ વેચનારના વારસદારોએ દાવો કર્યો છે.

