VIDEO: સુપ્રીમ કોર્ટે પોક્સો કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના એક કેસમાં પોક્સો એક્ટની કલમ ૬ અને આઈપીસીની કલમ ૩૬૩ હેઠળ દોષિત ઠરેલા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ એન.વી. અંજારીયાની બેન્ચે ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના આદેશો રદ કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે કાયદાકીય ધારણા નિરપેક્ષ નથી. તપાસમાં બહાર આવ્યું કે આ આરોપ ખોટો હતો અને તે બંને વચ્ચે પાણીના વિવાદને કારણે લગાવવામાં આવ્યો હતો. અગાઉ નીચલી કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તેને મોટી રાહત મળી છે.

