VIDEO: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: પશ્ચિમ બંગાળની મહિલાના કથિત દેશનિકાલ મામલે કેન્દ્રને નોટિસ ફટકારી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે પશ્ચિમ બંગાળની કાયમી નિવાસી મહિલાના કથિત ગેરકાયદેસર દેશનિકાલ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. અરજદાર પુત્રના આક્ષેપ મુજબ, તેના દાદાનું નામ ૧૯૫૨ની મતદાર યાદીમાં હોવા છતાં તેની માતાને બળજબરીપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવાયા હતા….આ અરજીમાં ૨ મે, ૨૦૨૫ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઓર્ડર ૨૦૨૫ની કાયદેસરતાને પણ પડકારવામાં આવી છે. વરિષ્ઠ વકીલ એસ. મુરલીધરે મહિલાની ભારતીય ઓળખ અને દસ્તાવેજોના પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે.

