VIDEO: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: એનટીએની કાયમી કચેરીની રૂબરૂ મુલાકાત લઈ જમીની હકીકત તપાસશે
સોર્સ : gstv
NEET-UG પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે NTAની પરીક્ષા પ્રણાલીમાં સુધારાઓ પર દેખરેખ રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેંચે જણાવ્યું છે કે તેઓ દિલ્હીમાં આવેલી NTAની કાયમી કચેરીની રૂબરૂ મુલાકાત લેશે….કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા વ્યવસ્થાઓ અને માનવબળ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં જમીની સ્તરે કાર્યરત છે કે નહીં તે તપાસવાનો આ હેતુ છે. સોલિસિટર જનરલે જણાવ્યું કે નંદન નિલેકણીના નેતૃત્વ હેઠળની સમિતિ સપ્ટેમ્બરના અંત સુધીમાં અહેવાલ આપશે, જ્યારે કોર્ટે કાયમી અને નક્કર વ્યવસ્થા પર ભાર મૂક્યો છે.

