VIDEO: ખંડવા વનવિભાગ દ્વારા સાપનું સફળ રેસ્ક્યુ
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં પવિત્ર નાગપંચમીના તહેવાર દરમિયાન વનવિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તહેવારના દિવસે કેટલાક મદારીઓ દ્વારા નાગ અને અન્ય સાપને પ્રદર્શિત કરી તેમનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વનવિભાગની ટીમોએ નાદારીઓ વિરુદ્ધ વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ખંડવા વિસ્તારમાંથી અનેક સાપને મદારીઓની પકડમાંથી હેમખેમ મુક્ત કરાવવામાં આવ્યા હતા. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ સાપને પકડીને રાખવા કે પ્રદર્શિત કરવા સદંતર ગેરકાયદેસર છે. રેસ્ક્યુ કરાયેલા આ તમામ સાપની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેઓ સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં ફરીથી મુક્ત થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી , જેથી મૂગા જીવો પર થતા અત્યાચારને અટકાવી શકાય

