Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3 people died in a fire in Mumbai's Lokhandwala complex

મુંબઇમાં મોટી દુર્ઘટના, લોખંડવાલા કોમ્પલેક્સમાં આગ લાગતા 3 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2024
લાઇવ ટીવીGoogle News
મુંબઇમાં મોટી દુર્ઘટના, લોખંડવાલા કોમ્પલેક્સમાં આગ લાગતા 3 લોકોના મોત

મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 14 માળની એક ઈમારત રિયા મહેલમાં 10માં માળે ભીષણ આગ લાગી જતાં 3 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

App Store

અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં આ ઈમારત આવેલી હતી. જેનું નામ રિયા પેલેસ બિલ્ડિંગ છે. સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી 3 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 10 મા માળે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને તેમના હેલ્પર પેલુબેટા(42)નું મોત નિપજ્યું હતું.

ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકો દાઝી જતાં મોત નિપજ્યા છે. તેમણે કહ્યું કે સવારે નવ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.