Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Speeding container crushes auto in Jharkhand, 7 dead; Many are in serious condition

VIDEO: ઝારખંડમાં તેજ રફ્તાર કન્ટેનરે ઓટોને કચડી, 7 લોકોના મોત; અનેકની હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડના લાતેહાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી દેઢ ટંગવા ઘાટીમાં ઓટો રિક્ષા અને કન્ટેનર વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઓટોના ફુરચા ઊડી ગયા અને તેમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા.

App Store

અકસ્માતમાં 7 લોકોના નીપજ્યા કરૂણ મોત

આ અકસ્માતમાં ઘણા અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચંદવા તરફથી એક ઓટો જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક તેજ રફ્તાર કન્ટેનર સાથે તેની ટક્કર એટલી ખતરનાક હતી કે ઓટોમાં સવાર ઘણા લોકો સીધા કન્ટેનરની નીચે દબાઈ ગયા. જેમાં 7 લોકોનો જીવ ગયો છે.

સ્થાનિક લોકો અને પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ

અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા. પરિસ્થિતિ જોઈને તરત જ પોલીસ અને વહીવટીતંત્રને આ મોટા અકસ્માતની જાણ કરવામાં આવી. ઘટનાની માહિતી મળતા જ ચંદવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોતાની પોલીસ ટીમ સાથે તરત જ સ્થળ પર પહોંચી ગયા. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી રાહત અને બચાવ કાર્ય તરત જ શરૂ કરી દીધું.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

કન્ટેનર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે ઝડપથી પ્રયાસો કરવામાં આવ્યા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તરત જ નજીકની હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અનેક ઈજાગ્રસ્તોની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો અને ગંભીર રીતે ઈજાગ્રસ્તોની સાચી સંખ્યા તેમજ તેમની ઓળખને લઈને વહીવટીતંત્ર હાલ પૂરી માહિતી એકઠી કરી રહ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈજાગ્રસ્તોની સારવાર અમારી પ્રાથમિકતા છે. ઓળખ થતાં જ મૃતકોના પરિવારોને આ અંગે જાણ કરવામાં આવશે. વહીવટીતંત્ર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News