VIDEO: ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થી પરો પોલીસ દમન સામે ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થી પરો પોલીસ દમન સામે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ... ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ તથા પેપર લીક કાંડના વિરોધમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ, અટકાયતો અને દમનકારી કાર્યવાહીને ABVPએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ સમગ્ર કૌભાંડ અને વિદ્યાર્થીઓ પરના અત્યાચાર માટે જવાબદાર લોકો સામે નિષ્પક્ષ CBI તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે વિદ્યાર્થીઓએ ઝારખંડના મુખ્યમંત્રીનું પૂતળું બાળીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માંગ દોહરાવી હતી.

