VIDEO: આગ્રામાં એસ.પી. સિંહ બઘેલનું વૃક્ષારોપણ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ મહાયજ્ઞ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે આયોજન સ્થળે સ્વહસ્તે છોડ રોપીને મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બઘેલે જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના અસંતુલનને રોકવા માટે વૃક્ષારોપણ એકમાત્ર રામબાણ ઈલાજ છે. તેમણે દરેક નાગરિકને આ ચોમાસાની સિઝનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેના ઉછેરની જવાબદારી લેવા માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વહીવટી અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

