VIDEO: સોનિયા ગાંધીની નસમાં ઇટાલિયન લોહી વહે છે: વંદે માતરમ વિવાદ પર એચ.ડી. કુમારસ્વામીનો પ્રહાર
સોર્સ : gstv
કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ વંદે માતરમ ગીતને અટકાવવાના વિવાદ અંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે સોનિયા ગાંધીની નસોમાં મોટેભાગે ઇટાલિયન લોહી વહે છે, તેથી તેમની પાસેથી દેશપ્રેમના વર્તનની અપેક્ષા રાખવી અર્થહીન છે....સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોંગ્રેસ મુખ્યાલયમાં રાષ્ટ્રગીતનું પૂરું સંસ્કરણ વાગતા સોનિયા ગાંધીએ ખડગેને ઈશારો કરીને તેને બંધ કરાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપ અને અન્ય નેતાઓ દ્વારા કોંગ્રેસની આલોચના કરવામાં આવી રહી છે.

