VIDEO: વંદે માતરમ વિવાદ : સોનિયા ગાંધી માફી માંગે, અમિત શાહનો આક્રમક પ્રહાર
સોર્સ : gstv
સ્વતંત્રતા દિવસ પર દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમને લઈને રાજકીય ગરમાવો યથાવત છે..અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વંદે માતરમ ગીત વિવાદ પર સોનિયા ગાંધી માફી માંગે તેવી માંગ કરી છે... ચિત્તોડગઢના નિમ્બાહેડા ખાતે પીએમ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોંગ્રેસ મુખ્યાલય ખાતે ચાલી રહેલું રાષ્ટ્રગીત સોનિયા ગાંધી દ્વારા અધવચ્ચે જ અટકાવવાયાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. શાહે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને ઈશારો કરીને વંદે માતરમ્ રોકવા કહ્યું હતું, જે જોઈને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો.

