Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sonam Wangchuk's reaction to Dharmendra Pradhan's resignation "This is a victory for democracy, now education and system reforms are needed"

VIDEO: "આ લોકશાહીની જીત, હવે શિક્ષણ અને વ્યવસ્થામાં સુધારાની જરૂર" ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને CJP ની માંગણીઓ સ્વીકારાયા બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુરુગ્રામ ખાતેથી જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સરકારના આ પગલાને આવકારતાં આ ઘટનાક્રમને "લોકશાહીનો વિજય" ગણાવ્યો છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે માત્ર એક મંત્રીના રાજીનામાથી દેશનું નિર્માણ થઈ શકતું નથી, પરંતુ હવે શિક્ષણ પ્રણાલી અને શાસન વ્યવસ્થામાં મૂળભૂત સુધારા (Reforms) કરવાનો સમય આવી ગયો છે.

App Store

"શાંતિપૂર્ણ આંદોલન અને વિદ્યાર્થીઓની એકતા રંગ લાવી"

દેશવાસીઓ અને આંદોલનકારીઓને અભિનંદન આપતા સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, "હું સરકાર અને ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા લેવાયેલા આ પગલાંનું સ્વાગત અને આદર કરું છું, તેમજ તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આજે આપણે જે જોયું તે લોકશાહીની જીત છે. હું આપણી CJP ટીમ, આ મુદ્દો સૌથી પહેલાં ઉઠાવનારા સ્વયંસેવકો, દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોને અભિનંદન અને આભાર પાઠવું છું જેઓ લોકશાહીના રક્ષણ માટે સાથે આવ્યા."

તેમણે વિશેષ રૂપે આંદોલનની અહિંસક શૈલીના વખાણ કરતાં ઉમેર્યું, "હું એ બાબતનો સૌથી વધુ આદર કરું છું કે આ સમગ્ર આંદોલન દરમિયાન શાંતિ જાળવી રાખવામાં આવી. મને આશા છે કે આપણે આ શાંતિ જાળવી રાખીશું અને ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ ગેરરીતિ કે અન્યાય થશે નહીં."

"માત્ર રાજીનામાથી દેશ ન બને, શિક્ષણ અને શાસનમાં સુધારા અનિવાર્ય"

ભવિષ્યની દિશા નક્કી કરતા સોનમ વાંગચુકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખરી લડાઈ તો હવે શરૂ થાય છે, "આપણે હવે કાયમી સુધારાઓ પર કામ કરવાની જરૂર છે. માત્ર રાજીનામું અપાવવાથી દેશ બની જતો નથી. શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુધારા થવા જોઈએ અને તેના પર આગળનું કામ થવું જોઈએ. મને પૂરી આશા છે કે સરકારે જે ઉદારતાથી આ નિર્ણય લીધો છે, તે જ ઉદારતા શિક્ષણ અને શાસન વ્યવસ્થામાં સુધારા કરવાના પ્રયાસોમાં પણ જોવા મળશે."

"ડરથી નહીં, પ્રેમ અને સત્યના માર્ગે ચાલશે દેશ"

પોતાના વક્તવ્યના અંતમાં દેશના ભવિષ્ય અંગેનો વિઝન રજૂ કરતાં વાંગચુકે કહ્યું, "હું આશા રાખું છું કે હવેથી દેશ જે રીતે ચાલે છે તેમાં એક મોટો બદલાવ આવશે. આ દેશ હવે ડર કે ભયથી નહીં, પરંતુ પ્રેમ અને સ્નેહથી ચાલશે અને અન્યાયના બદલે સત્યના માર્ગે આગળ વધશે." જંતર-મંતર ખાતે આંદોલનને ટેકો આપનારા અને શિક્ષણ સુધારા માટે સતત અવાજ ઉઠાવનારા સોનમ વાંગચુકના આ નિવેદન બાદ હવે દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓની પારદર્શિતા માટે કાયમી કાયદાકીય સુધારાઓની માંગ વધુ મજબૂત બની છે.