Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Eradication of Naxalism and Strengthening of Democracy in India

Business Plus: અર્થકારણના આટાપાટા/ ભારતમાં નક્સલવાદનો ખાતમો અને લોકશાહીની મજબૂતાઈ

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: અર્થકારણના આટાપાટા/ ભારતમાં નક્સલવાદનો ખાતમો અને લોકશાહીની મજબૂતાઈ
સોર્સ : GSTV

- અર્થકારણના આટાપાટા

App Store

- ધવલ મહેતા

નક્સલવાદ એક ડાબેરી ખંડણીખોર, હિંસક અને લૂંટફાટ કરતી ચળવળનું નામ છે જેને નક્સલવાદનું નામ શોભતું નથી. સામ્યવાદ કે સમાજવાદની જેમ નક્સલવાદને કોઈ સીસ્ટેમેટીક વિચારસરણી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇ.સ. ૧૯૬૭માં કલકત્તાના બુધ્ધીજીવી ચારૂ મજમુદારે આ હિંસક પ્રવૃત્તીને નક્સલવાદનું બીરૂદ આપ્યું. સમાજવાદ અને સામ્યવાદ તથા મૂડીવાદ પશ્ચિમ જગતની ઔદ્યોગીક સમાજની વિચારસરણીઓ છે તો નક્સલવાદ કૃષિયુગની ઉપજ છે જેમાં જમીનવિહોણા ખેતમજૂરોને કે માર્જીનલ ખેડૂતોને હિંસા કરીને જમીનદારોની જમીન લૂંટી લેવાનું સ્પષ્ટ આહ્વવાન છે. તે માઓવાદી વિચારસરણી છે જેમા તેમા લોકશાહીને કોઈ સ્થાન નથી. નક્સલવાદ સશસ્ત્ર હિંસક ક્રાંતિમાં માને છે. તે લોકશાહીનું ઘોર વિરોધી સંગઠન છે. નક્સલવાદની શરૂઆત ૧૯૬૭મા પશ્ચિમ બંગાળના દાર્જીલીંગ જીલ્લામા આવેલા નક્સલવાદી નામના ગામથી થઇ જેમા ખેતમજૂરોએ જમીનદારો પર હુમલો કરી તેમને મારી નાંખ્યા. તેને આદેશ માનીને ૧૯૬૯મા બંગાળના બુધ્ધીજીવી ચારૂ મજમુદાર, જંગલ સાંથાલ અને કનુસન્યાલે ભેગા મળીને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (આર્મીસ્ટ-લેમીનીષ્ટ)ની સ્થાપના કરી જેનો હેતુ રાષ્ટ્રની સરકારને 'પેરેલાઇઝ' કરીને સમસ્ત ભારતમાં ખેડૂતોની સશસ્ત્ર ક્રાંતિ (આર્ર્મ્ડ રીવોલ્યુશન) કરવાનું હતું. આ ચળવળ ઔદ્યોગીક યુગના મજૂરોની નહોતી પરંતુ ખેતમજૂરો અને જમીનવિહોણા ગ્રામ્યવાસીઓની હતી. આપણે સૌ જાણીએ છીએ કે સેંકડો રીતે જ્ઞાાતિ-જાતીમા વિભાજીત ગ્રામપ્રજાને સંગઠિત કરવી કેટલું મુશ્કેલ કામ છે.

ઇ.સ. ૧૯૭૨માં ચારૂ મજમુદાર જેલમા જ મૃત્યુ પામ્યા તે પછી છેક ૨૦૦૪મા કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (માઓવાદી)ની રચના થઇ જે પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી કોમ્યુનીસ્ટ સેંટરના પરસ્પરના સહકારમાંથી ઊભી થઇ હતી. આ રાજકીય ચળવળોએ ભારતના કેટલાક પૂર્વના રાજ્યોના હિંસક 'રેડ કોરીડોર'ની રચના કરી જેને પાર્લામેન્ટરી લોકશાહી સાથે કોઈ લેવા-દેવા તો નહતી જ પરંતુ ઉલટાનું તે લોકશાહીની કટ્ટર દુશ્મન હતી. ભારતમા ખેડૂતો 'આર્ર્મ્ડ રીવોલ્યુશન' કરી કેન્દ્રમા કે રાજ્યમા સત્તા કબજે કરી લે એ બાબત જ હાસ્યાસ્પદ હતી તેમ છતા ઔદ્યોગીક ક્રાંતિ થઇ તે પછીના યુગમા ઇન્ડસ્ટ્રીયલ લેબર્સ નહી પરંતુ ખેતીવાડી ક્ષેત્રે કામ કરતા લગભગ અશીક્ષીત અને રૂઢિચુસ્ત જમીનવિહોણા ખેતમજૂરો સશક્ત ક્રાંતિ કરીને પોતાની રાષ્ટ્રની સરકાર કબજે કરી લે તે વિચાર જ હવે હાસ્યાસ્પદ લાગે છે. ભારત સરકારે હવે શોષણખોર મૂડીવાદ અને શોષણખોર સામ્યવાદને નકારી જે ધીમે ધીમે કલ્યાણ રાજ્યની રચના કરવા માંડી છે. યાદ રહે કે એપ્રીલ ઇ.સ. ૨૦૧૦મા નક્સલવાદીઓએ છત્તીસગઢમા પોલીસ પર સૌથી મોટો હુમલો કરીને સી.આર.પી.એફ.ના ૭૬ જવાનોને મારી નાખ્યા હતા તેમ છતાં તે વખતની સરકારે નક્સલવાદને જડમૂળથી ઊખેડી નાખવાના કોઈ પ્રયત્નો કર્યા નહતા. છેક ઇ.સ. ૧૯૮૦મા આંધ્ર પ્રદેશમા કોન્ડોપલ્લી સીતારામૈયાએ પીપલ્સ વોર ગ્રુપની રચના કરી હતી જેના પાયામાં ચીનના માઓત્સે યુગની હિંસક થીયરી હતી જેની હેઠળ જમીન વિહોણા ખેતમજૂરોએ હિંસા કરીને જમીનદારો પાસેથી જમીન પડાવી લેવાની હતી. તે પહેલા ૧૯૬૯માં માઓઇસ્ટ કોમ્યુનીસ્ટ સેંટર્સની પણ રચના થઇ હતી. આ તમામ સંગઠનોનો હેતુ ભારતની કેન્દ્રીય સરકારને હિંસા કરીને ઉથલાવી પાડવાનો હતો. માર્ક્સવાદ એ યુરોપીયન 'થોટ' છે જ્યારે નક્સલવાદ એસીયન (આમ કરીને માઓવાદી ચાઈનીઝ) થોટ છે.માર્ક્સ ઔદ્યોગીક કાયદાઓની ક્રાંતિમા માનતા હતા જ્યારે માઓ ખેતીવાડી ક્ષેત્રની ક્રાંતિમા માનતા હતા. બન્ને લોકશાહીની વિરોધી હતી પરંતુ માઓની 'રેડ બુકે' અને વિચારસરણીએ ચીનમા હિંસાની હદ વટાવી નાખી અને આજે પણ ચીનમા એકહથ્થુ સામ્યવાદી સત્તા ચાલી રહી છે અને જીનપીડા જીવનભરની સત્તા પર ચઢી બેઠા છે.

ભારતના ગૃહપ્રધાન અમીત શાહે નક્સલવાદને મરણતોલ સ્થિતિમા મુકી દીધો છે અને ભારતની લોકશાહીને મજબૂત બનાવી છે.