Video: કાશ્મીરના પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા: બનિહાલ, કુપવાડા અને ગુલમર્ગમાં સુંદર બરફની ચાદર છવાઈ, પર્યટકોમાં ખુશીનો માહોલ

કાશ્મીરના ઊંચાઈવાળા પ્રદેશોમાં તાજી હિમવર્ષા થવાથી ચારેય તરફ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. રામબન જિલ્લાના બનિહાલ અને ઉત્તર કાશ્મીરના કુપવાડાના મચિલ સેક્ટરમાં બરફ વર્ષાથી આખો વિસ્તાર મનોહર શિયાળુ દ્રશ્યોમાં પરિવર્તિત થઈ ગયો છે, જે પ્રકૃતિપ્રેમીઓને આકર્ષિત કરી રહ્યો છે. બીજી તરફ, પૂંછમાં ભારે હિમવર્ષાને કારણે બંધ થયેલા મુઘલ રોડ પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. BRO ટીમે ભારે જહેમત બાદ માર્ગ પરથી બરફ સફળતાપૂર્વક હટાવી લીધો છે, જેના કારણે હવે આ રસ્તો ફરી એકવાર વાહનવ્યવહાર માટે સુરક્ષિત રીતે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.
જાહેરાત








