Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shooting at Congress councillor's house in Nagpur, incident captured on CCTV

VIDEO: નાગપુરમાં કોંગ્રેસના કાઉન્સિલરના ઘરે ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના નાગપુર (Nagpur) શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાઠોડા વિસ્તારમાં કોંગ્રેસના કાઉન્સિલર (Congress Councillor) શુભમ મોટઘરેના ઘરે મંગળવારે મોડી રાત્રે ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ઘરને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી, પરંતુ ગોળી વાગવાથી ઘરની બારીનો કાચ તૂટી ગયો હતો.

App Store

મળતી માહિતી અનુસાર ઘટના મંગળવારે રાત્રે આશરે 12:30 વાગ્યે બની હતી. ફાયરિંગ સમયે કાઉન્સિલર શુભમ મોટઘરે અને તેમનો પરિવાર ઘરમાં જ હાજર હતો. તેમણે જણાવ્યું કે જ્યારે ગોળીબાર થયો ત્યારે તેઓ બાલ્કનીમાં હતા. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે તેમની પાંચ વર્ષની દીકરી પણ તે સમયે દરવાજા પાસે ઊભી હતી. જોકે, સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી.

CCTVમાં કેદ થયો ફાયરિંગનો મંજાર

ઘરની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરા (CCTV Camera)માં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં બે બાઈક સવાર શખ્સો ઝડપથી આવતા દેખાય છે. ત્યારબાદ બાઈક પર પાછળ બેઠેલો એક શખ્સ ચાલતી બાઈકમાંથી કાઉન્સિલરના ઘર તરફ ફાયરિંગ કરતો જોવા મળે છે. ગોળીબાર કર્યા બાદ બંને આરોપીઓ ઝડપથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ધારાસભ્ય વિકાસ ઠાકરે ઉપરાંત ACP અને DCP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ એકત્રિત કરીને તપાસ શરૂ કરી છે.

ફાયરિંગ પાછળનું કારણ હજુ રહસ્ય

આ હુમલો શા માટે કરવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને તેમની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ફાયરિંગની આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને જાહેર પ્રતિનિધિના ઘરને નિશાન બનાવવામાં આવતા શહેરની સુરક્ષા વ્યવસ્થા (Security System) અંગે પણ સવાલો ઊભા થયા છે. પોલીસ હાલ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.