VIDEO: નાગપુરમાં ભારે વરસાદથી પાણી ભરાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
સોર્સ : gstv
ભારે વરસાદને કારણે નાગપુર શહેરમાં વ્યાપક પાણી ભરાઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીનું સ્તર વધી જતાં વિદ્યાર્થીઓને શાળા પરિસરમાંથી બહાર કાઢવા માટે સલામતીના દોરડા બાંધવામાં આવ્યા છે.નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિપિન ઇતનકરે જણાવ્યું કે છેલ્લા બે કલાકમાં ૧૧૦ મિમી વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.વરસાદ હાલ થોભી ગયો છે અને ટીમો આગામી ૨થી ૩ કલાકમાં પાણી કાઢવાનું કામ શરૂ કરશે. પાણીનું સ્તર ઘટવાનું શરૂ થઈ ગયું છે અને આગામી બે કલાકમાં વધુ સુધારો જોવા મળશે.

