Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Shoes thrown at police, effigy burnt', DMK workers protest against Udayanidhi Stalin's arrest

VIDEO: 'પોલીસ પર ચંપલ ફેંક્યા, પૂતળા દહન કર્યું', ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ સામે ડીએમકે કાર્યકરોએ કરી બબાલ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને પ્રખ્યાત અભિનેત્રી તૃષા સામે કથિત દ્વિઅર્થી તથા વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુ પોલીસે વિપક્ષના નેતા (LoP) અને ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત કરતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. પોલીસ કાર્યવાહીના વિરોધમાં થંજાવુરમાં ડીએમકે કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

App Store

પોલીસ સાથે ઘર્ષણ અને તણાવપૂર્ણ સ્થિતિ

ઉદયનિધિ સ્ટાલિન સામે મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવાના આરોપ સહિત ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નવ જેટલી કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ધરપકડના વિરોધમાં રોષે ભરાયેલા ડીએમકેના કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ પોલીસ ટીમ પર ચંપલ ફેંક્યા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પૂતળા દહન કર્યું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

TVK કેડર પણ મેદાને આવી

બીજી તરફ, મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) ના કાર્યકરોએ પણ નજીકમાં જ વિશાળ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. TVK કાર્યકરોએ ઉદયનિધિના નિવેદનને શરમજનક ગણાવીને તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે. બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી જતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.