VIDEO: રાંદેરમાં આતંક મચાવનાર આરોપીનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન, સ્થાનિકોએ લગાવ્યા 'પોલીસ જિંદાબાદ’ના નારા
સોર્સ : gstv
સુરતના રાંદેર વિસ્તારમાં જીવલેણ હુમલો કરનાર આરોપી મુઝફિર ચાંદીવાલાનું પોલીસે સ્થળ પર જ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું અને તેની ધરપકડ કરી લીધી. ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક લોકોએ પોલીસનું સન્માન કર્યુ અને ‘સુરત પોલીસ જિંદાબાદ’ના નારા લગાવ્યા. પોલીસે આરોપીને કડક ચેતવણી આપી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.

