VIDEO: Surat / વરાછાની SBIમાં ફિલ્મી ઢબે ₹50 લાખની લૂંટ, લૂંટારુઓ બેંક લૂંટીને બિન્દાસ બહાર નીકળી ગયા
સોર્સ : GSTV
સુરતમાં વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ થઈ. ચારથી વધુ લુંટારુઓએ બેંકમાં પ્રવેશ કરી લૂંટને અંજામ આપ્યો. લૂંટ કરીને જાણે કંઈ થયું જ ના હોય તેમ બિન્દાસ બેંકમાંથી બહાર પણ નીકળી રફૂચક્કર થઈ ગયા. હથિયાર સાથે આવીને બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી. ફિલ્મી ઢબે બંદૂક બતાવીને કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. લૂંટારૂઓને શોધવા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે. અને નાકાબંધી કરી દેવાઈ છે.

