Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Accused of molesting minor girl in Surat Althan arrested

VIDEO : Surat અલથાણમાં સગીરાની છેડતી કરનાર આરોપી ઝડપાયો, હોસ્પિટલે લઈ જવા સમયે લોકોએ કરી બબાલ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતનાં અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે સગીરાની છેડતી કરનાર આરોપી મોહમ્મદ અઝીઝ ઇમતિયાઝની ધરપકડ કરી છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જ્યારે આરોપીને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો અને સંગઠનો દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને તેને સખત સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે.

App Store