VIDEO : SURAT જિલ્લામાં AAP ના ઉમેદવારે કમલમમાં જઈ ભાજપનો ખેસ પહેર્યો, ઘરે પહોંચી પલટી મારી આપમાંથી લડશે ચૂંટણી
સોર્સ : GSTV
સુરત જિલ્લામાં ભારે રાજકીય ઉથપપાથલ વચ્ચે આપના સઠવાવ તાલુકા પંચાયતના આપના ઉમેદવારે એક જ દિવસમાં બે વખત પલટી મારી. પહેલા તો તાલુકા પંચાયતના ઉમેદવાર રાજેશ ચોધરીએ કમલમમાં જઈને ભાજપને ટેકો જાહેર કરી ખેસનો કલર પણ બદલી નાંખ્યો. અને એ પણ જિલ્લા પ્રભારીની હાજરીમાં. મતદાનના બે દિવસ પહેલા પાર્ટી બદલનાર રાજેશભાઈ વતન માંડવી પરત ફર્યાં અને ફરી પલટી મારી આપની ટોપી પહેરી લીધી. હવે તેઓ કહી રહ્યાં છે કે, આગેવાન દબાણ કરી કમલમ લઈ ગયા અને ખેસ પહેરાવી દીધાનું નિવેદન આપ્યું. પરંતુ હવે તેઓ આપ તરફથી જ ચૂંટણી લડશે. સ્થાનિકો લોકોમાં ચર્ચા છે કે, ભરમડાની જેમ કલાકોમાં ફરી જતા ઉમેદવારો માત્ર જનતાને ટોપી પહેરાવવાનું કામ કરે છે.

