Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shocking report after flight turbulence: Air India pilot was drunk

VIDEO: ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ: એર ઈન્ડિયાનો પાયલોટ નશામાં હતો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Air India Phuket Delhi Flight Pilot Fails Dope Test : ફુકેટથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં રસ્તામાં અચાનક ભારે ટર્બ્યુલન્સ (આંચકા) અનુભવાયા હતા. આ ઘટના બાદ સામે આવેલા એક ચોંકાવનારા અહેવાલે એવિએશન સેક્ટરમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, ઘટના બાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ફ્લાઈટના પાયલોટ 'ડોપ ટેસ્ટ'માં નાપાસ થયો હોવાનું સામે આવ્યું છે.

App Store

અચાનક પ્લેનની ઊંચાઈ ઘટી અને આંચકા આવ્યા, તપાસમાં પાયલોટ નિષ્ફળ

મીડિયા અહેવાલો મુજબ, થાઈલેન્ડના ફુકેટથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટે હવામાં અચાનક પોતાની ઊંચાઈ ગુમાવી દીધી હતી, જેના કારણે વિમાનમાં સવાર મુસાફરો ભારે ડરના ઓથાર હેઠળ આવી ગયા હતા. મળતી માહિતી મુજબ, પ્લેનના બે પાયલટોમાંથી એક પાયલોટ ફ્લાઈટ પૂરી થયા પછી કરવામાં આવેલા ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે.

બંને પાયલટોને ફરજ પરથી હટાવવામાં આવ્યા, DGCA દ્વારા તપાસ શરૂ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી બંને પાયલટોને રોસ્ટર પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. વિમાનની ઊંચાઈમાં અચાનક થયેલા ઘટાડા અંગેની સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બંને પાયલટો કોઈ ફ્લાઈટ ઉડાડી શકશે નહીં.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો અનુસાર, આ સમગ્ર મામલાની તપાસ દેશની સર્વોચ્ચ એવિએશન વોચડોગ DGCA દ્વારા કરવામાં આવી રહી છે. DGCAની તપાસના આધારે નક્કી કરવામાં આવશે કે આ કેસની વધુ તપાસ 'એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો'ને સોંપવી કે નહીં.

એર ઈન્ડિયાએ સત્તાવાર ટિપ્પણી કરવાનું ટાળ્યું

બીજી તરફ, આ દાવાઓ અને અહેવાલો અંગે પ્રતિક્રિયા આપતાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આ મામલે સત્તાવાર ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી, કારણ કે ફ્લાઈટ પછીના ડોપ સ્ક્રીનિંગના રિપોર્ટ્સ અને તારણો હજુ સુધી તેમની સાથે શેર કરવામાં આવ્યા નથી.