Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Turbulence on Air India flight from Thailand to Delhi, several passengers injured

VIDEO: થાઈલેન્ડથી દિલ્હી તરફ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બુલન્સ, કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379 દરમિયાન ભયાનક ટર્બ્યુલન્સ સર્જાતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અચાનક આવેલા જોરદાર આંચકાને કારણે વિમાનની ઊંચાઈમાં થોડો બદલાવ આવ્યો અને અનેક મુસાફરો પોતાની બેઠકોમાં જ ઉછળી ગયા હતા. ઘટનામાં કુલ 12 મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલાકને કાન અને ગરદન સહિતના ભાગોમાં ઈજા થઈ છે. મુસાફરોના જણાવ્યા મુજબ દિલ્હીમાં લેન્ડિંગ પહેલાં જ વિમાન અચાનક નીચે આવવા લાગ્યું   જોકે પાયલોટે પરિસ્થિતિ પર કાબૂ મેળવી વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. એર ઈન્ડિયાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને ઈજાગ્રસ્તોને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

App Store