VIDEO: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વિન્ડો ગ્લાસ કવર નિકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
સોર્સ : gstv
દિલ્હી-વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટ નો વિડીયો વાયરલ છે. જેમાં ફ્લાઈટમાં વિન્ડો ગ્લાસ કવર નિકળી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના બાદ કેબિન ક્રૂએ અસરગ્રસ્ત રોને તાત્કાલિક ખાલી કરાવી મુસાફરોને સુરક્ષિત જગ્યાએ બેસાડ્યાં હતા. જોકે રાહતની વાત એ છે કે, ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ જતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

