મહારાષ્ટ્રઃ પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરી રહ્યા છે એકનાથ શિંદે, કરી શકે મોટું એલાન

મહારાષ્ટ્રમાં CMના ચહેરા પરનું સસ્પેન્સ પૂરું થઈ ગયું છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. ફડણવીસને બુધવારે બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ મહાયુતિના ત્રણેય નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં શિંદેના નિવેદને ફરી એક વખત દાવપેચ ફસાવી દીધા છે. શિંદેએ કહ્યું કે, સરકારમાં હિસ્સો બનવા કે ન બનવા અંગેનો- શપથ લેવા અંગેનો નિર્ણય સાંજ સુધીમાં જાહેર કરશે.
આ પણ વાંચોઃ શિંદેને આ કારણે ભાજપ સામે ઝૂકવું પડ્યું, મુખ્યમંત્રી પદ અને ગૃહમંત્રાલયનો મોહ છોડ્યો
શપથ લેવા અંગે હજુ સુધી સ્પષ્ટ નથી
એકનાથ શિંદે હાલમાં શિવસેના નેતાઓની સાથે બેઠક કરી રહ્યા છે. શિંદેએ કહ્યું કે તેઓ આજે રાત્રે નક્કી કરશે કે તેઓ ફડણવીસ સરકારની કેબિનેટમાં સામેલ થશે કે નહીં. એટલે કે હજુ સુધી સ્પષ્ટ નથી કે તેઓ ડેપ્યુટી સીએમ તરીકે સરકારમાં સામેલ થશે કે નહીં થાય. રાજકીય નિષ્ણાંતોમાં એવો ગણગણાટ છે કે શિંદે પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ મોટી જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચોઃ VIDEO: 'દાદાને સવાર- સાંજ શપથ લેવાનો અનુભવ', મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં શિંદેનું સસ્પેન્શ યથાવત
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાર્ટી(શિવેસેનાઃ શિંદે)ના નેતાઓ તેમને સરકારમાં સામેલ થવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે સાથી પક્ષો (ફડણવીસ અને અજિત પવાર) પર દબાણ બનાવવાની જરૂર છે. શિવસેના એકનાથ શિંદે માટે સન્માનજનક પદની માંગ કરી રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની નજર હજુ પણ ગૃહ મંત્રાલય અને અન્ય મોટા મંત્રાલયો પર છે.
એકનાથ શિંદેનું સસ્પેન્સ
એકનાથ શિંદે મહાયુતિની સરકારમાં સામેલ થશે કે કેમ તે અંગે દ્વિધાભર્યું છે. ફડણવીસે કહ્યું કે, તેમણે શિંદેને સરકારમાં રહેવા વિનંતી કરી છે. જો કે, શિંદેએ એવું નથી કહ્યું કે તેઓ સરકારમાં જોડાશે કે નહીં.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના CM બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ છે કરોડોના માલિક, જાણો તેમની નેટવર્થ
મહાયુતિના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાસ્યભર્યું વાતાવરમ બન્યું હતું. એક પત્રકારે શિંદેને શપથ લેવા વિશે પૂછેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમારે સાંજ સુધી રાહ જોવી પડશે. ત્યારે નજીકમાં બેઠેલા NCP પ્રમુખ અજિત પવારે કહ્યું, 'સાંજ સુધીમાં તેમની ખબર પડી જશે, પરંતુ હું શપથ લેવાનો છું.
શિંદેને પૂછેલા સવાલનો જવાબ અજીતદાદાએ આપ્યા પછી એકનાથ શિંદેએ કહ્યું કે, 'દાદા (અજિત પવાર)ને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ છે. તે બંને સમયે શપથ લેવાનું જાણે છે. શિંદેનો આવો જવાબ સાંભળીના હાજર બધા લોકો ખડખડાસ હસી પડ્યા હતા.

