Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shinde's suspension remains at Mahayuti's press conference

VIDEO: 'દાદાને સવાર- સાંજ શપથ લેવાનો અનુભવ', મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં શિંદેએ કરી મજાક

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'દાદાને સવાર- સાંજ શપથ લેવાનો અનુભવ', મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં શિંદેએ કરી મજાક

મહારાષ્ટ્રમાં CMના ચહેરા પરનું સસ્પેન્સ પૂરું થઈ ગયું છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. ફડણવીસને બુધવારે બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ મહાયુતિના ત્રણેય નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ દરમિયાન વાતાવરણ રમૂજી બન્યું હતું.

App Store

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના CM બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ છે કરોડોના માલિક, જાણો તેમની નેટવર્થ 

એકનાથ શિંદેનું સસ્પેન્સ

એકનાથ શિંદે મહાયુતિની સરકારમાં સામેલ થશે કે કેમ તે અંગે દ્વિધાભર્યું છે. ફડણવીસે કહ્યું કે, તેમણે શિંદેને સરકારમાં રહેવા વિનંતી કરી છે. જો કે, શિંદેએ એવું નથી કહ્યું કે તેઓ સરકારમાં જોડાશે કે નહીં.

આ પણ વાંચોઃ શિંદેને આ કારણે ભાજપ સામે ઝૂકવું પડ્યું, મુખ્યમંત્રી પદ અને ગૃહમંત્રાલયનો મોહ છોડ્યો

મહાયુતિના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાસ્યભર્યું વાતાવરમ બન્યું હતું. એક પત્રકારે શિંદેને શપથ લેવા વિશે પૂછેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમારે સાંજ સુધી રાહ જોવી પડશે. ત્યારે નજીકમાં બેઠેલા NCP પ્રમુખ અજિત પવારે કહ્યું, 'સાંજ સુધીમાં તેમની ખબર પડી જશે, પરંતુ હું શપથ લેવાનો છું.

શિંદેને પૂછેલા સવાલનો જવાબ અજીતદાદાએ આપ્યા પછી એકનાથ શિંદેએ કહ્યું કે, 'દાદા (અજિત પવાર)ને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ છે. તે બંને સમયે શપથ લેવાનું જાણે છે. શિંદેનો આવો જવાબ સાંભળીના હાજર બધા લોકો ખડખડાસ હસી પડ્યા હતા.