VIDEO: બાંગ્લાદેશમાં થયેલા અન્યાય પર શેખ હસીનાનું દર્દ છલકાયું
5 ઑગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન અને રાજકીય ઉથલપાથલ બાદ તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને અચાનક દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. દેશ છોડ્યા બાદથી તેઓ સતત મીડિયા અને કેમેરાથી દૂર રહ્યા હતા. પરંતુ 2 વર્ષના લાંબા સમય બાદ શેખ હસીના પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ વર્ચ્યુઅલી લાઇવ આવ્યા છે અને પોતાની વાત રજૂ કરી છે. નવી દિલ્હી સ્થિત ‘ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ ઑફ સાઉથ એશિયા દ્વારા આયોજિત ખાસ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જોડાયા હતા. લાઇવ સ્પીચ દરમિયાન પોતાની આપવીતી સંભળાવતા શેખ હસીના અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમનો અવાજ રુંધાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે, જુલાઈ અને ઑગસ્ટ મહિનાનું સાચું સત્ય એ છે કે વિદ્યાર્થીઓનું એ પ્રદર્શન શાંતિપૂર્ણ નહોતું. એક સુઆયોજિત જૂથ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને હિંસા ભડકાવવા માગતું હતું. 15 જુલાઈ 2024 પછી આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું અને દેશમાં ભારે હિંસા ફેલાવવામાં આવી હતી.

