Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shashi Tharoor flared up after seeing scenes of scuffle with Rahul Gandhi, irresponsible action of the government

રાહુલ ગાંધી સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર, સરકારની બેજવાબદાર કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રાહુલ ગાંધી સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર, સરકારની બેજવાબદાર કાર્યવાહી
સોર્સ : gstv

નવી દિલ્હીમાં વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા ચૂંટણી પંચ સામે મોટો વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હોબાળો, સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શનો વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને દિલ્હી પોલીસે મંગળવારે અટકાયતમાં લીધા હતા.

સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી માર્ચ અને આકાશવાણી ભવન ખાતે ધરણાં

મંગળવારે વિપક્ષી ગઠબંધનના સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી હતી. પરંતુ પોલીસે સંસદ માર્ગ પર નીતિ આયોગ અને આકાશવાણી ભવન પાસે જ આ માર્ચને અટકાવી દીધી હતી. ત્યારબાદ તમામ વિપક્ષી સાંસદો રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા હતા.

આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર વોટ ચોરી દ્વારા દેશને હાઇજેક કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષોના આશરે 300 સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા ન હતા. તેમજ મંગળવારે રાત્રે આશરે 8 વાગ્યે પોલીસ દ્વારા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ તેમજ 10 સાંસદો સહિત કુલ 260 જેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો કે, અટકાયતના લગભગ બે કલાક બાદ રાત્રે આશરે 10 વાગ્યે તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, 'લોકતંત્રના ગદ્દારોને બચાવવા માટે અત્યારે જે થોડું-ઘણું લોકતંત્ર અસ્તિત્વમાં છે તેને ઘસડવામાં આવ્યું છે. હિસાબ થશે, એક પણ દેશદ્રોહી બક્ષવામાં નહીં આવે.'

App Store

જર્મનીથી શશિ થરૂરનું નિવેદન: સરકારની પ્રતિક્રિયા શરમજનક

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર આ પ્રદર્શનમાં સામેલ નહોતા કારણ કે તેઓ ચાર મહિના પહેલાં નક્કી થયેલી જર્મનીની એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. તેમ છતાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. થરૂરે જણાવ્યું હતું કે, 'વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે હાથાપાઈ કરવા અને તેમને અટકાયતમાં લેવાની તસવીરો જોઈને હું ખૂબ દુઃખી છું. એક તરફ 13 કરોડ મતદારોના અધિકારો છીનવાઈ રહ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકના બંધારણીય અધિકારો માટે ઊભા રહેવા જેવું છે અને આ મામલે સરકારની પ્રતિક્રિયા અત્યંત શરમજનક છે.'

 
ટોપિક્સ:GSTV NewsGujarati News