Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : High Voltage Drama in Delhi: Detention of stalwarts of the India Alliance including Rahul-Priyanka Gandhi Vadra!

VIDEO: દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: રાહુલ -પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત INDIA ગઠબંધનના દિગ્ગજ નેતાઓની અટકાયત!

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજધાની નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સામે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર અડગ રહીને આકાશવાણી ભવન પરિસરમાં ધરણાં પર બેઠેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી ગઠબંધનના તમામ દિગ્ગજ નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે.

App Store

આકાશવાણી ભવન પરિસરમાં પોલીસનો મોટો કાફલો તૈનાત

ચૂંટણી પંચની કચેરી તરફ આગળ વધી રહેલા વિપક્ષી સાંસદોને પોલીસે અધવચ્ચે રોકી દેતાં રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ આકાશવાણી ભવન બહાર જ જમીન પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરિસ્થિતિ વધુ તંગ બનતાં દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ વિશાળ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. વિસ્તારમાં કલમ લાગુ હોવાનું જણાવી પોલીસે નેતાઓને ધરણાં સ્થળ ખાલી કરવાની સૂચના આપી હતી, પરંતુ નેતાઓ પોતાની માંગ પર મક્કમ રહ્યા હતા.

પ્રથમ પ્રિયંકા ગાંધી અને ત્યારબાદ રાહુલ ગાંધીની અટકાયત

વિપક્ષી નેતાઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા પર અડગ રહેતાં દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સૌપ્રથમ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કેટલાક મહિલા નેતાઓ અને સાંસદોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ તુરંત જ દિલ્હી પોલીસે લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને તેમની સાથે બેઠેલા INDIA બ્લોકના અન્ય વરિષ્ઠ સાંસદોની પણ અટકાયત કરી લીધી હતી.

CEC ના રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

અટકાયત પૂર્વે વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં બંધારણ અને લોકશાહી ઢાંચાને કચડી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રહી ગયું નથી. રાહુલ ગાંધી અને INDIA બ્લોકનું સ્પષ્ટ વલણ છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આ લડત અને વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

દિલ્હી પોલીસે અટકાયત કરેલા તમામ નેતાઓને પોલીસ બસ દ્વારા અન્ય સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જ્યારે આકાશવાણી ભવન અને ચૂંટણી પંચ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News