VIDEO: દિલ્હીમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધતા ગુનાઓ: સુપ્રીમ કોર્ટની કડક પોલીસિંગ માટે ટકોર
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મહિલાઓ અને બાળકો સામેના જાતીય ગુનાઓ અટકાવવા માટે દિલ્હી પોલીસને વધુ કડક અને મજબૂત વ્યૂહરચના અપનાવવા નિર્દેશ આપ્યો છે. જસ્ટીસ જે.બી. પારડીવાલા અને જસ્ટીસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે સંભવિત ગુનેગારોના મનમાં કાયદાનો ભય હોવો જરૂરી છે, જેથી તેઓ ગુનો કરતા પહેલા ગંભીર પરિણામોથી ડરે…..કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિની માંગ હોય ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરવામાં અચકાવું જોઈએ નહીં, ભલે કેટલાક લોકો કલમ ૨૧ હેઠળ સવાલો ઉઠાવે. પીડિત યુવતીઓને પોતાની બહેન સમાન ગણીને ફરજ બજાવવા આહ્વાન કરતા બેન્ચે ઉમેર્યું કે, માત્ર અમુક ખામીઓને કારણે આવી અસહ્ય ઘટનાઓ ફરી ન બનવી જોઈએ. NCR વિસ્તારમાં તાજેતરના હુમલાઓની નોંધ લઈને અદાલતે આ સખત વલણ અપનાવ્યું છે.

