VIDEO: મહિલા પત્રકારની ફરિયાદને લઈ દિલ્હીમાં પોલીસ સ્ટેશન બહાર વિરોધ
સોર્સ : gstv
દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન બહાર મહિલા પત્રકારની ફરિયાદમાં FIR નોંધવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થયું. ફરિયાદકર્તા પત્રકાર દ્વારા પોલીસ અધિકારી સામે કથિત ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને બ્રિન્દા કરાત, સૌરવ દાસ સહિતના લોકો પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે ફરિયાદ બાદ પણ લાંબા સમય સુધી FIR નોંધવામાં આવી નથી અને CCTV સહિતના પુરાવાની તપાસની માંગ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ત્રણ મહિલા પત્રકારોની ફરિયાદો મળી છે અને તેને નિષ્પક્ષ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

