Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : “Stop driving the agenda of foreign powers!" Kiren Rijiju hugs Congress amid Rahul Gandhi's dharna!

VIDEO: "વિદેશી શક્તિઓનો એજન્ડા ચલાવવાનું બંધ કરો!" રાહુલ ગાંધીના ધરણાં વચ્ચે કિરેન રિજિજુનો કોંગ્રેસ પર સણસણતો વાર!

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

SIR મુદ્દે દિલ્હીમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના સાંસદો દ્વારા ચૂંટણી પંચ સામે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવાની માંગ પર અડગ રહીને આકાશવાણી ભવન પાસે ધરણાં પર બેઠા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને દેશની બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો આરોપ મૂક્યો છે.

App Store

કિરેન રિજિજુ કોંગ્રેસને આપી સલાહ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju) એ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, ‘દેશ હવે બદલાઈ ચૂક્યો છે અને યુવાનોની વિચારસરણી પણ બદલાઈ છે. નવી પેઢી 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વિઝન સાથે આગળ વધી રહી છે. આવા સમયે કોંગ્રેસે માત્ર સોશિયલ મીડિયા પર એજન્ડા ચલાવવાને બદલે જમીની સ્તરે જનતા વચ્ચે જઈને કામ કરવું જોઈએ, જેથી તેઓ લોકોનો વિશ્વાસ ફરી જીતી શકે.’

‘કોંગ્રેસે નેરેટિવને આગળ વધારવાનું ટાળવું જોઈએ’

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ‘વિદેશી શક્તિઓ અને ભારત વિરોધી પરિબળો દેશને નબળો પાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, અને કોંગ્રેસે તેમના આવા નેરેટિવને આગળ વધારવાનું ટાળવું જોઈએ.’ વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચે જ્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે રિજિજુએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર વારંવાર સવાલ ઉઠાવવાથી દેશના લોકતાંત્રિક માળખાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચે છે.

ભાજપ નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના પ્રદર્શનની આકરી ટીકા

બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ પણ રાહુલ ગાંધીના આ પ્રદર્શનની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ફરી બેલેટ પેપર લાવવાની માંગ કરીને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરી રહી છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, વિપક્ષે જનતાના જનાદેશ અને ન્યાયતંત્ર તેમજ ચૂંટણી પંચ જેવી તમામ બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવું જોઈએ.

CEC જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત માટે વિપક્ષ અડગ

હાલમાં વિપક્ષી સાંસદોનો વિરોધ યથાવત છે અને રાહુલ ગાંધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar) સાથે મુલાકાત કરવા માટે પોતાની માંગ પર અડગ રહ્યા છે. હવે સૌની નજર એ બાબત પર ટકેલી છે કે આ વિરોધ પ્રદર્શન અને મુલાકાતની માંગણી પર ચૂંટણી પંચ તરફથી શું નિર્ણય લેવામાં આવે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News