શંકરાચાર્ય પ્રકટ્ય મહોત્સવે ‘રાષ્ટ્રોત્કર્ષ દિવસ’ની ઉજવણી
દિલ્હીમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજના 84મા પ્રકટ્ય મહોત્સવ નિમિત્
દિલ્હીમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજના 84મા પ્રકટ્ય મહોત્સવ નિમિત્તે ‘રાષ્ટ્રોત્કર્ષ દિવસ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ પોતાના સંબોધનમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ, રાષ્ટ્રનિર્માણ અને નૈતિક મૂલ્યોના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે યુવા પેઢીને આધ્યાત્મિકતા સાથે જોડાઈ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ, વૈદિક મંત્રોચ્ચાર અને આશીર્વચન યોજાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આ અવસરને આધ્યાત્મિક પ્રેરણાનો અનોખો અનુભવ ગણાવ્યો હતો.




