VIDEO : હવામાન વિભાગની હિટવેવની આગાહી, દેશના અનેક રાજ્યોમાં ગરમી 44 ડિગ્રીને પાર
સોર્સ : gstv
દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ વધી રહ્યો છે, જેમાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાન સૌથી વધુ 44.5 ડિગ્રી નોંધાયું છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે, જ્યારે કેરળમાં ગરમીથી એક વ્યક્તિનું મોત થયું છે. વધતા તાપમાનને જોતા રાજસ્થાનમાં શાળાઓનો સમય વહેલો કરી સવારે કરાયો છે અને મજૂરોના કામના કલાકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓડિશામાં પ્રચંડ ગરમીને કારણે શાળાઓમાં રજાઓ લંબાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 25 અને 26 એપ્રિલ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવની સાથે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વોર્મ નાઈટની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

